ગણદેવી: ગતરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આંતલિયા વિસ્તારના 17 વર્ષીય આદિવાસી સમાજના નવીનભાઈ પટેલને પોલીસ તપાસના બહાને લઈ જઈ, ઢોરમાર મારવામાં આવ્યો હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ જોઈએ તો 2 મે 2026 ના રોજ રાત્રે ગણદેવી પોલીસે સગીરને અટકાયતમાં લઈ અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો, જેના કારણે તેને આંખ, મોઢા અને હાથ-પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. પોલીસના આ કથિત કૃત્ય સામે સમગ્ર આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પીડિત દીકરાને ન્યાય અપાવવા અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે 12 મે મંગળવારના રોજ સવારે 10 કલાકે ગણદેવી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
આ લડતમાં જોડાવવા નવસારી જિલ્લાના આદિવાસી સંગઠનો, આગેવાનો અને સમાજ બંધુઓને ગણદેવી ચાર રસ્તા પર મોટી સંખ્યામાં ઉમટી પડવા મનિષ રાઠોડ, છગનભાઈ હળપતિ અને અન્ય આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે.











