વાંસદા: ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વર્ષ 2022 ની  વિજ્ઞાન પ્રવાહ ની બોર્ડ ની પરીક્ષા  બાદ લક્ષ્ય એકેડેમી દ્વારા 3 મહિના માટે મેડિકલ ક્ષેત્રે M.B.B.S એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા NEET માટે NEET ACHIEVER BATCH ની શરૂઆત કરવા મા આવી હતી. જેમાં 35 વિધાર્થીઓ એ એડમિશન લીધું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ NEET ની પરીક્ષામાં ભવ્ય રિઝલ્ટ બાદ મેડિકલ ક્ષેત્રે એડમિશન પ્રક્રિયા શરૂ થતાં જ વિધાર્થીઓને એડમિશન લક્ષી બધા જ માર્ગદર્શન આપી, વર્ષ 2022 ની પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડના સમાપ્તિના અંતે લક્ષ્ય એકેડેમી ખાતે અભ્યાસ કરનાર 35 માંથી 9 (નવ) વિધાર્થીઓનું સફળતા પૂર્વક M.B.B.S ની વિવિધ કોલેજમાં એડમિશન થયું છે. જેમાં પટેલ રૂતિકા મનોજભાઈ (NEET સ્કોર-354) નું Government Medical College, સુરત ખાતે, ચૌધરી અપેક્ષા હર્ષદભાઈ (NEET સ્કોર-330) નું Government Medical College જામનગર, અને ચૌધરી  મિહિર મુકેશભાઈ (NEET સ્કોર-310) Government Medical College, Bhavnagar ખાતે સરકારી કોલેજમાં એડમિશન થયું છે. તેમજ પટેલ રોનિત જસવંતભાઈ (NEET સ્કોર-285) નું G.M.E.R.S medical college, વલસાડ અને પટેલ કુશ બાબુભાઈ (NEET સ્કોર-265) નું G.M.E.R.S medical college, હિંમતનગર જેવી અર્ધ સરકારી કોલેજમાં એડમિશન થયું છે. પટેલ વૈભવી મીનેશભાઈ (NEET સ્કોર-269) નું SMIMMER Medical College, સુરત, ચૌધરી પાર્થ કમલેશભાઈ (NEET સ્કોર-232) G.C.S Medical College, અમદાવાદ, પટેલ રાજવી વિજયભાઈ (NEET સ્કોર-224) Parul medical college, વડોદરા અને પટેલ વિશાખા હરેશભાઈ (NEET સ્કોર-212) N.D Desai Medical College, નડીયાદ જેવી ખાનગી મેડીકલ કોલેજમાં એડમિશન થયું છે.

બોર્ડ 2021માં કુશ બાબુભાઈના ટકા 53.3 %, રાજવી વિજયભાઈ ના ટકા 56.2 %,  તેમજ બોર્ડ 2022માં મિહિર મુકેશભાઈના ટકા 64.8 %, રોનિત જસવંતભાઈના 68 %, રૂતિકા મનોજભાઈના 69.6%, વૈભવી મીનેશભાઈના 63.3%, પાર્થ કમલેશભાઈના 55.8 % આવ્યા હતા. ગુજરાત બોર્ડની પરીક્ષામા સામાન્ય પરીણામ છતાં લક્ષ્ય એકેડેમી ખાતે સંપૂર્ણ માર્ગદર્શન અને ઉત્સાહ સાથે તૈયારી કરીને NEET 2022માં સારો સ્કોર કરીને મેડિકલ કોલેજમાં એડમિશન સાકાર બનાવીને વિધાર્થીઓએ પોતાનું તેમજ તેમના માતા-પિતા અને ગામ નું નામ રોશન કર્યું છે. લક્ષ્ય એકેડેમી ના શિક્ષકો દ્વારા દરેક વિધાર્થીઓને તેમની મહેનત માટે અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યમાં એક ડોક્ટર તરીકે શ્રેષ્ઠ કેરિયર બની રહે તે માટે શુભેચ્છા પાઠવવામા આવી છે.

Bookmark Now (0)