ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના હનમતમાળ કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સિમિત વલસાડ આયોજિત હનમતમાળ સી.આર.સી કક્ષાનો વિજ્ઞાન/ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2022/23 યોજાયું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ હનમતમાળ કેન્દ્ર પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન શિક્ષકોની ઉપસ્થિતિમાં, હનમતમાળ કેન્દ્રમાં સમાવેશ 10 જેટલી શાળાઓનાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલી પાંચ અલગ અલગ વિભાગોમાં કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું,

આ પ્રસંગે સી.આર.સી, સાહેબશ્રી રમણભાઈ ભોયા, કેન્દ્રશાળાનાં શિક્ષકશ્રી નવીનભાઈ ભોયા, અજીતભાઈ ઠાકોર, મનાઈચોંડી પ્રાથમિકશાળાનાં આચાર્ય, શ્રીમતિ મનીષાબેન, શિક્ષકશ્રી દિલીપભાઈ ગવળી, કેન્દ્રશાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.