સુરત:  આજરોજ જિલ્લાના માંડવી તાલુકાના પ્રકૃતિ સોંદર્યની વચ્ચે આવેલ કાટકુવા ખાતે તા. ૦૫ ડિસેમ્બર ના રોજ તેમના નિવૃત્ત વિદાય સન્માન સમારંભ આયોજન કરવામાં આવ્યું. નિવૃત્ત થઇ રહેલા ઇલાબેન રૂમસીભાઇ એ એમના જીવનનાં ૩૨ વર્ષ શાળામાં રહીને શિક્ષણની જે ભુખ સમાજ હોય છે તે,તેઓ ગામને અર્પણ કરી બાળકોના સર્વાંગી વિકાસમાં સિંહ ફાળો આપ્યો.

જુઓ વિડીયો..

શાળામાં આવ્યાંનું પ્રથમ પગલું,ને જતાનું છેલ્લું પગલું એ જ કહી જાય છે કે, ” શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર તુફાન ઉસકી ગોદ મેં ખેલતે હૈ” ઉક્ત ને હકીકત ફેરવીને છે. ઉપસ્થિત મહાનુભાવોએ તેમનાં તેમનાં વક્તવ્યમાં તેમને બાળકો પ્રત્યેનો નિખાલસ ભર્યા ભાવ અને બાળકો ભણવાની કળા એક કુદરતી દેન રહી છે,તેઓ સતત ગામમાં શિક્ષણ લઇ તેમનાં દ્રારા ભણીને વિવિધ વિભાગો નોકરી કરી રહ્યા છે. શાંત પાણી ઊંડા હોય છે તે ઉક્તિને સાર્થક કરી તેમનો શાંત ચિત્તે ઉંડાપુર્વક સમજાવતા તેમનું વ્યક્તિત્વ રહ્યું છે.તેઓ જણાવ્યું. તમામ વક્તવ્ય પછી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રહીને અંતે વિદાય પ્રસંગે હ્દય લાગણી સભર બની ગયુ અને ચોધાર આંસુ સારતા તેઓ તેમની લાગણી લોકસમક્ષ વર્ણવી રહ્યા હતા.તેમના દ્રારા આજે ગામમાં સારા નાગરિકો તો છે,જ ઉપરાંત સારામાં સારો વિવિધ ખાતાઓ નોકરીયાતો પણ તૈયાર થયો. સાથે ઉપસ્થિત શિક્ષકો, વિવિધ ખાતામાંનો કરી કરી રહેલાં , આગેવાનો, પધારેલ મહેમાનોને અને શાળાના બાળકો દ્રારા પ્રેમની ભેટ સોગાદ અર્પણ કરી હતી.

કાર્યક્રમ ઉપસ્થિત મહાનુભાવોએ મુખ્ય મહેમાન માજી કેન્દ્ર શિક્ષકશ્રી ચૌધરી તુલસીભાઇ ગીમલાભાઇ સરપંચ શ્રીમતી લલીતાબેન ખાતરીયાભાઇ વડિલશ્રી કાલીદાસભાઇ ઉબડાભાઇ વસાવા રમેશભાઇ જાતરીયાભાઇ મંગેશભાઇ સીગાભાઇ, કમલેશભાઇ ભીમસિગભાઇ, જેયરામભાઈ ગીમલાભાઈ વસાવા ખાતરીયાભાઇ શંકરભાઇ કાર્યક્રમ નું સંચાલન રાકેશભાઇ નાનજીભાઇ કર્યું સાથે પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી તરૂલતાબેન ચૌધરી‌ અને , ગામના વડિલો વિવિધ ખાતાઓ નોકરી કરી રહેલાં ગામના નોકરીયાત વર્ગ , ભાઇ -બહેનો સાથે યુવાઓ શાળા વિધાર્થીઓને સૌની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.