વલસાડ: 1 ડિસેમ્બર 2022ના રોજ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વલસાડમાં થયેલા જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર સરેરાશ 65.28 ટકા મતદાન થયું હતું લોકોના જણાવ્યા અનુસાર અનુમાન કરવામાં આવે તો ભાજપ,કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ત્રિપાંખિયા જંગમાં ઉતરેલા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ જિલ્લામાં 5 વિધાનસભાની બેઠક પર શાંતિપૂર્ણ રીતે લોકોએ મતદાન કર્યું હતું. ધરમપુર અને કપરાડા વિધાનસભા બેઠક પરના મતદાન મથકો ઉપર લાંબી કતારો જોવા મળી હતી. આ બેઠકોમાં સમાવિષ્ટ ગામડાઓના યુવા મતદારોમાં ભારે ઉત્સાહ દેખાયો હતો. મોટા ભાગના મતદાન મથકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું

વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત પોલીસનો  બંદોબસ્ત જોવા મળ્યો હતો. જયારે ચુંટણીમાં 10 હજારથી વધુ કર્મચારીઓને કામ સોપવામાં આવ્યું હતું. લોકોનો મતદાન કરવાનો ઉત્સાહ આ વખતે તમામ રાજકીય પક્ષોના ગણિતને ફેરવી નાખે તો નવાઈ નહિ.