નસવાડી: આજના સોશ્યલ મીડિયાના જમાનામાં સોશ્યલ માધ્યમો ક્યારે સુખ અને મજા લાવે તો કયારેક કોઈ માટે દુઃખનું કારણ બની જાય છે આવો જ એક કિસ્સો નસવાડી તાલુકાના નાની ઝડુલી ગામનો આદિવાસી યુવાનનો સામે આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નસવાડી તાલુકાના નાની ઝડુલી ગામના આદિવાસી યુવાન ગામના બિન ઉપયોગી સામૂહિક શૌચાલયમાં ખુરશીઓ ગોઠવીને હેર સલૂન શરૂ કરી હેર કટિંગ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો.આ યુવાને ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે. પરંતુ કોઈ નોકરી ન મળતા પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે બિન ઉપયોગી શૌચાલયમા હેર કટિંગનું સલૂન ચાલુ કર્યું હતું અને 6 મહિનાથી આ યુવાન સલૂન ચલાવી રોજગારી મેળવતો હતો. ત્યારે આ યુવાનનો હેર કટિંગ કરતો ફોટો વાયરલ થતા આદિવાસી યુવાનની રોજગારી છીનવાઈ ગઈ.

રોજગારી છીનવાઈ જવાનું કારણ એ છે કે આ સલૂન સરકારી જગ્યા પર હતું. આ સલૂનનો ફોટો વાયરલ થતા યુવાને સલુનનું સામાન ખાલી કરી દેવું પડ્યું.એટલે સોશિયલ મીડિયા ક્યારેક ઉપયોગી તો ક્યારેક બિન ઉપયોગી.