છોટાઉદેપુર: દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં છે ત્યારે છોટા ઉદેપુર લોકસભા બેઠક પર પણ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દિધો છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા બોડેલી ખાતે રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ કમિટી ના સેક્રેટરી અને મધ્ય ગુજરાત ના પ્રભારી ઉષા નાયડુ ના હસ્તે કોંગ્રેસ પાર્ટી ના કાર્યાલય નું ઉદ્ઘાટન કરાયું હતું.
જુઓ વિડીયો..
છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તાર માં પંચમહાલ વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લા ની મધ્ય માં આવેલા બોડેલી ખાતે બોડેલી છોટા ઉદેપુર રોડ પર સર્વોદય હોસ્પિટલ ની બાજુ માં કોંગ્રેસ પાર્ટી ના કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગમાં ઇન્ડિયા ગઠબંધન ના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,











