ખેરગામ: વર્તમાન સમયમાં ચાલી રહેલી લગ્નની સિઝનમાં મંડપમાં અનેક પ્રકારના સુશોભન કરતા જોવા મળતા હોય છે ત્યારે ખેરગામ તાલુકાના વાડ ગામે વડ ફળિયામાં રહેતા ઉમેશભાઈ નગીનભાઈ પટેલના લગ્નમાં એવા લગ્નમંડપમાં થાંભલાને એવી રીતે સુશોભિત કરવામાં આવ્યા હતા કે તે લોકર્ષણ બન્યું હતું.

જુઓ વીડિઓમાં…

વાડ ગામના ઉમેશભાઈના લગ્નમાં આદિવાસી રીત રિવાજો કરી લગ્નમંડપમાં થાંભલા પર આદિવાસીના દેવી દેવતા ભરમદેવ, કંસેરી માતા અને આદિવાસીના ભગવાન માનતા બિરસામુંડા, ડૉ. બાબાસાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફૂલે ના પરિચય આપતા ફોટા બેનરો લગાવવામાં આવ્યા હતા અને લગ્નમંડપમાં આવનારા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Decision news એ લગાવેલ ફોટા બેનરોના સંદર્ભે વરરાજા ઉમેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે લગ્નમંડપમાં આવનાર ઘણા આદિવાસી પરિવારને આદિવાસી દેવી દેવતા કે આવા મહાન પુરુષોની સત્યતાથી હજીપણ વંચિત છે જે આ એક અનોખી પહેલ છે એમ જણાવ્યું હતું. તમે જાણો જ છો કે લગ્નમાં ભોજન કે વાજિંત્ર મંડપનું સુશોભન આવનાર લોકો દ્વારા જોવાતું હોય છે ત્યારે આ વાડ ગામના આદિવાસી પરિવારે આવનાર લોકોએ લગાવેલા બેનરો માં શું લખ્યું છે તે વાંચી અને ફોટા પણ પાડયા હતા ત્યાં અનોખું આકર્ષણ અને અનોખી પહેલ જોવા મળી હતી.