પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

કપરાડા: ક્યારેય કોઈક બાઈક ચાલકની ઝડપની મજા કોઈ માટે સજા બની જતી હોય છે આવો એક કિસ્સો કપરડામાંથી સામે આવ્યો છે કપરાડાના ફૂલવાડી ગામ પાસે બાઇક ચાલક અડફેટે ગંભીર રીતે ઘવાયેલા લિવખલ ગામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જેને લઈને પંથક અને પરિવારમાં શોકનો માતમ છવાઈ ગયો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના લિખવલ ગામના બેડપાડા ફળીયાના 35 વર્ષીય લક્ષ્મણભાઈ જાનુભાઈ ભોયા ગતરોજ ઘરેથી ધરમપુર કામ માટે નીકળ્યા હતા ત્યારે બપોરે એક વાગ્યાના આસપાસ  ત્યારે ફૂલવાડી ગામમાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતો. આ અકસ્માતમાં લક્ષ્મણભાઈને માથામાં ગંભીર ઇજા થતા વલસાડ સિવિલમાં સારવાર માટે લઇ જવાયા અને ત્યાર બાદ તબિયત વધુ લથડતાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

લક્ષ્મણભાઈને માથામાં ગંભીર ઈજા થવાના કારણે હેમરેજ થઇ ગયું હતું જેના લીધે સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અકસ્માત મુદ્દેના કાગળિયા ધરમપુર પોલીસ મથકેથી આવતા મૃતકની પત્નીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને બાદમાં મૃતક યુવકની પત્ની જનીબેન લક્ષ્મણભાઈ ભોયાએ ધરમપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.