ઉમરગામ: આજરોજ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને એલીમ્કો ઉજૈનના સંયુક્ત ઉપક્રમે એડીપ યોજના અંતર્ગત, સાંસ્કૃતિક હોલ ધોડીપાડા ઉમરગામ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય માટેનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ સમગ્ર કાર્યક્રમ પૂર્વ મંત્રીશ્રી તથા ઉમરગામ ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકર અને ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં  વલસાડ જિલ્લા કલેક્ટર મેડમ શ્રીમતી ક્ષિપ્રા અગ્રે અને પારડી પ્રાંત અધિકારીશ્રી આનંદુ સુરેશ ગોવિંદની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં દિવ્યાંગોને સાધન સહાય – ૪૩૨, દિવ્યાંગ સર્ટીફીકેટ – ૧૩૯, દિવ્યાંગ રોજગાર ભરતી – ૨૫, મતદાર નોંધણી – ૮૭, આધાર કાર્ડ – ૧૫, નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ – ૧૪, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ – ૧૯, કુલ મળીને ૭૩૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. ઉમરગામ તાલુકાના હાજર તમામ સરકારી તંત્ર અને એલીમ્કો સ્ટાફનો, જેમના થકી આ સંપૂર્ણ કાર્યક્રમ સફળ બન્યો હતો

Bookmark Now (0)