ગુજરાત: પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલ 80 પૈસા મોઘું થઇ ગયું છે. 80 પૈસાનો નવો ભાવવધારો 3 એપ્રિલના સવારના 6 વાગ્યાથી અમલીકરણ થશે છેલ્લા બે અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8 રુપિયાનો અત્યાર સુધીમાં થઇ ચુક્યો છે.

અખિલેશે ટ્વિટ કરીને લખ્યું, “લોકો કહી રહ્યા છે કે જો પેટ્રોલની કિંમતમાં દરરોજ 80 પૈસા અથવા લગભગ 24 રૂપિયા પ્રતિ મહિનાનો વધારો ચાલુ રહેશે, તો આગામી ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે, આ દરમિયાન 7 મહિનામાં, કિંમત લગભગ 175 રૂપિયા વધી જશે, જેનો અર્થ છે કે પેટ્રોલ આજના 100 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 275 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. આ છે ભાજપની મોંઘવારીનું ગણિત!’

સરકારનું કહેવું છે કે, મોંઘવારીના તાર યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લગભગ પાંચ અઠવાડિયા થઈ ગયા છે.