વાંસદા: દક્ષિણ ગુજરાતમાં આજે સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ આકાશમાં ચમકદાર અવકાશી અગનગોળા અત્યંત તેજગતિએ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈને સ્થાનિક લોકોમાં ડર સાથે કુતૂહલના દ્રશ્યો જોવા મળ્યા હતા

જુઓ વિડીયો..

લોકો જણાવે છે કે અમે જ્યારે પહેલા જોયું તો આકાશમાંથી ઉલ્કાપિંડ કે તારો પડતો હોય એવું લાગ્યું હતું જેના કારણે ડરનો માહોલઉભો થઇ ગયો હતો આ સમાચાર લોકોમાં વાયુવેગે સમાચાર ફેલાતાં લોકો પોતાના ઘરોની છત પર આ દ્રશ્યોને જોવા માટે ચઢી ગયા હતા.

જો કે, અવકાશ વિજ્ઞાનના નિષ્ણાતોના મતે ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ના આવી શકે. આ સંજોગોમાં આ અવકાશી પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે. આ અવકાશી પદાર્થ કોઈ અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની વાતની અવકાશ નિષ્ણાતોએ પુષ્ટિ કરી છે.