મહુવા: એક તરફ પાર તાપી લિંકને લઈને આદિવાસી લોકોમાં વિરોધ પહેલેથી જ ભડકેલો છે અને બીજી બાજુ નીલેશ દુબે દ્વારા આદિવાસીઓની સભ્યતાને લઈને આપેલા નિવેદનના કારણે લોકો આક્રોશમાં છે ત્યારે ગતરોજ સુરત જિલ્લાના મહુવા તાલુકા આદિવાસીપંચ દ્રારા નિલેશદુબેનું પુતળા દહન કરવામાં આવ્યું હતું

જુઓ વિડીયોમાં..

Decision Newsને મળેલી માહિતી મુજબ  કેવડિયા ખાતે ફરજ બજાવી રહેલ નિલેશ દુબે (નાયબ કલેક્ટર) દ્રારા આદિવાસી સમાજ માટે ફોન ઉપર અપમાનજનક અભદ્ર શબ્દનો ઉપયોગ કરી જાતિ વિષયક ટિપ્પણી કર્યા ના વિરુદ્ધ મહુવા તાલુકા આદિવાસી પંચ દ્રારા નિલેશ દુબેનું  પૂતળા_દહન કરવામાં આવ્યું અને મહુવા પોલિશ સ્ટેશન ખાતે નિલેશ દુબે સામે (એફ.આઈ.આર) નોંધવામાં આવે એવી માગણી સાથે ફરિયાદ આપવામાં આવી હતી.