ચીખલી: તાલુકાના કણભાઈ ગામે શ્રમજીવી પરિવારના મકાન ઉપર શરૂ નું ઝાડ ધરાશાયી થતાં ઘરની છત ભાંગીને ભૂકો થઈ જતાં કડકડતી ઠંડીની સીઝનમાં શ્રમજીવી પરિવારની સ્થિતિ કફોડી થઈ જવા પામી હતી.

DECISION NEWSને પ્રાપ્ત માહિતી મુજબ કણભાઈ ગામના પીર ફળિયામાં રહેતા ગંગાબેન માદાભાઈ પટેલના ઘરની ઉપર બાજુમાંથી પસાર થતી નહેરની પાળ ઉપર આવેલ શરુ નું ઝાડ ગત રોજ સાંજના સમયે અચાનક ધરાશાયી થતાં ઘરના છતના પતરા પણ જમીન ધ્વસ્ત થવા સાથે ભાંગી ને ભૂકો થયાં હતાં. અને ઘરમાં રહેલ રાશન ચીલું તથા અન્ય ચીજવસ્તુને પણ નુકસાન થવા પામ્યું હતુ. પરીવારના તમામ પાંચ સભ્યો મજૂરી કામ તથા અન્ય કામ અર્થે ઘરની બહાર હોવાથી જાન હાની ટળી હતી. પરંતુ હાલે આ શ્રમજીવી પરિવારે ઠંડીની ઋતુમાં પરિવારે પોતાના ઘરની છત ગુમાવતા આ પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. સ્થાનિક ડેપ્યુટી સરપંચ વિપુલભાઈ તથા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા મહેશભાઈ સહિતનાઓ એ તલાટીને સૂચના આપી. અને આર્થિક નુકસાની માટે પંચકેશ સહિતની કાર્યવાહી કરાવી હતી.

હવે જોવું એ રહ્યું કે આ શ્રમજીવી પરિવાર ને મદદનો હાથ કોણ લંબાવશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here