ડાંગ: દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરા બીજા સમાજ કરતાં વિભિન્ન છે ત્યારે આજરોજ  જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગામડાઓમાં આદિવાસી પરંપરાનું પ્રતીક ડુંગરદેવની પૂજાનો આરંભ થઇ ચુક્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગના આદિવાસીઓનાં આસ્થાનાં પ્રતીક સમાન ડુંગરદેવની પૂજાનો બીજા તબક્કાનો આરંભ થઈ ગયો છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગત 13મી જાન્યુઆરીથી ડુંગરદેવની પૂજાનો પ્રારંભ થયો હતો.ડાંગ જિલ્લાનાં શામગહાન,જાખાના તેમજ જોગબારી ખાતે પણ ગ્રામજનોએ ડુંગરદેવની પૂજાનો પ્રારંભ કર્યો છે.

આસ્થાનાં પ્રતીક સમાન ડુંગરદેવની પૂજા માટે ગ્રામજનોએ ગામમાં જ સ્થભ ઉભો કરી કુળદેવતાઓની પૂજા અર્ચના કરી હતી. ડાંગ જિલ્લાનાં શામગહાન ખાતે ડુંગરદેવની પૂજામાં જોડાયેલા ભક્તજનો નજરે પડે છે..

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here