ડાંગ:  આહવા તાલુકા સંઘ દ્વારા 12 જાન્યુઆરી અને 13 જાન્યુઆરીનાં રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તા.12નાં રોજ શિક્ષક ભાઈઓની ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં 14 કેન્દ્રની ટીમોએ ભાગ લીધો હતો

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં ઇતિહાસમાં તા.13મીનાં રોજ પ્રથમવાર મહિલા ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જે માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા મંત્રી મીનાક્ષીબેન પટેલ દ્વારા ખૂબ જહેમત ઊઠાવી હતી. જેમાં તાલુકાની 8 ટીમોએ ભાગ લીધો હતો. ભાઈઓની ટીમમાં આહવા અને મોરઝીરાની ટીમ ફાઇનલમાં આવી હતી. જેમાં મોરઝીરા કેન્દ્રએ જીત મેળવી હતી. બહેનોની ટીમમાં ગાઢવી અને શામગહાન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં શામગહાન ટીમનો વિજય થયો હતો. મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટનાં ઉદઘાટન સમારોહમાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારા, ના.જી.પ્રા.શિ.નરેન્દ્રભાઈ ઠાકરે,રાજ્ય પ્રા.શિ.સંઘના મહિલા મંત્રી મીનાક્ષી બેન પટેલ જિલ્લા સંઘનાં પ્રમુખ દિવ્યેશભાઈ પટેલ,મહામંત્રી ચિંતન પટેલતથા રાજ્યસંઘનાં આંતરીક ઓડિટર રંણજિતભાઈ પટેલ હાજર રહયા હતા.

ક્રિકેટમાં મહિલા શિક્ષિકાઓને પ્રોત્સાહિત કરવા માટે મીનાક્ષીબેન સાથે તાલુકા સંઘનાં સાહયોગથી કરવામાં આવ્યુ હતુ. આ ટુર્નામેન્ટમાં શિક્ષિકા બહેનોએ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં આયોજકો દ્વારા 2 દિવસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં મિલપાડા પ્રા.શાળાનાં આચાર્ય વિજયભાઈ ખંભુએ સમગ્ર આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને આ ટુર્નામેન્ટનું સફળ આયોજન તાલુકા સંઘનાં પ્રમુખ નવીનભાઈ, મહામંત્રી મનોજભાઈ, ખજાનચી પ્રદીપભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ.