કપરાડા: આજરોજ કપરાડા ખાતે LRD પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કપરાડા એજ્યુકેશન ગૃપ દ્વારા બીજી મોકટેસ્ટનું આયોજન કરાયું. આ લેખિત પરીક્ષામાં કુલ-135 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જે બધા જ શારિરીક કસોટીમાં પાસ કરીને આવેલ ઉમેદવારો હતા. અને Mock Testમાં દરેક વર્ગખંડમાં KEG સાથે સંકળાયેલ કર્મચારીઓ દ્વારા સુપર વિઝન કરવામાં આવ્યું.

આગામી સમયમાં કપરાડા વિસ્તારમાથી વધુને વધુ યુવક યુવતીઓ સરકારી નોકરીમાં જોડાઈ તે હેતુથી કપરાડા એજ્યુકેશન ગૃપ આ દિશામાં સતત મહેનત કરી રહેલ છે. ઉલ્લેખનીય છે કે આ તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ લોકફાળા થી જ ચાલી રહેલ છે. ઉપરાંત આજરોજ શ્રી મનોજભાઇ રાઉત, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, ભગીની સમાજ, ઉદવાડા દ્વારા જન્મ દિવસ નિમિત્તે KEG સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓને નોટબૂક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ બીજી મોકટેસ્ટના પરિમાણ બાદ ત્રીજી મોકટેસ્ટનું આયોજન પણ કરવામાં આવનાર છે. કપરાડા ખાતે વિનામૂલ્યે ચાલતાં કોચિંગ ક્લાસમાં અને મોક ટેસ્ટ (લેખિત પરિક્ષા) માં વધુ ને વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાય અને આજીવીકા પ્રાપ્ત કરે તેવા તમામ પ્રયાસો સરકારી કર્મચારીઓ/ અધિકારીઓના બનેલા ગૃપ KEG(Kaparada Education Group) દ્વારા કરવામાં આવી રહયા છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here