ચીખલી: આજનો મકરસંક્રાંતિનો તહેવાર ખુશીઓ લઈને આવ્યો અને લોકો ખુબ જ ધામધુમથી મનાવ્યો પણ આ તહેવારમાં અમુક બેજવાબદાર લોકો કારને કેટલાક લોકો દુઃખી પણ થયા છે તેના ચિત્રો ચીખલી તાલુકામાંના રાનકુવા ગામમાંથી બહાર આવ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના રાનકુવાના વાનગર પાસે હરણગામના રેહવાસી એક દીલશાદ અહમદ અંસારી નામના ભાઈને પતંગની દોરાથી નાક અને ગાલના ભાગમાં ઘવાયા હતા જેને સારવાર અર્થે ચીખલી ધનવંતરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેને તાજા જાણકારી અનુસાર આઠ વધારે ટાકા લાગ્યા છે.

હાલમાં એ ભાઈની સ્થિતિ બહેતરીમાં છે કોઈ મોટી દુર્ઘટના બનતા ટળી હતી આમ તહેવારો પર અમુકની મજા ક્યારેક કોઈને સજારૂપ પણ બનતી હોય છે.

 

Bookmark Now (0)