એક યુવાન પોતાની બાઈક લઈને રસ્તા પરથી જી રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી ગળાના ભાગે આવી ગઇ હતી જેને હટાવવા જતા ગાલના ભાગે ભેરવાઈ ગઇ હતી સાથે મોઢાના ભાગે હોઠને પણ ગંભીર ઇજા થયાના ચિત્રો પ્રકાશમાં આવી રહ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ સાંઈ ઓર્ચિડ સોસાયટી બાવીસા ફળિયા સેલવાસ ખાતે રહે છે જે પોતાના કામ અર્થે બજારમાં જઈ રહ્યો હતો આ વખતે અચાનક પતંગની દોરી ગળા પર આવી જતા એને હટાવવાના પ્રયાસમાં  ગાલ અને હોઠને ઇજા પોહચી હતી યુવાનને સારવાર અર્થે લઇ જવાતા તેને 15 થી વધુ ટાકા  આવ્યાનું જાણવા મળ્યું છે. નસીબજોગે કોઈ ગંભીર અકસ્માત ન થયો એ રાહતની વાત છે.

આ દર વર્ષે મકર સંક્રાંતિના તહેવાર પર પતંગના દોરથી કપાયાની ઘટનાઓ સાંભળવા મળે છે જે અમુક બિન જવાબદાર વ્યક્તિઓના કારણે બનતી ઘટના કહી શકાય આપણે આપણા તહેવારો જવાબદારી અને સમજદારીથી મનાવવા જોઈએ.

Bookmark Now (0)