વાંસદા: દક્ષિણ ગુજરાતમાં હાલમાં ક્રિકેટનો માહોલ જામ્યો છે યુવાઓમાં ક્રિકેટનો નશો જોવા મળે છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજરોજ ચારણવાડા ગામમાં એક દિવસીય ગ્રામ્ય પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ ચારણવાડા ગામમાં એક દિવસીય ગ્રામ્ય પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં મળફળિયું, ઉપલુગમિત ફળીયુ, નીચલુ ગામીત ફળીયુ, ડુંગરી ફળીયુ બરડા ફળિયું, નાયકી ફળિયું, ડીપી ફળિયું નિશાળ ફળિયું ભાગ લીધો હતો.

ગામના યુવાઓની ટીમોએ એક દિવસીય ગ્રામ્ય પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં ગામના વડીલો અને બાળકો પણ દર્શકો સ્વરૂપે હાજર રહ્યા હતા.

Bookmark Now (0)