પારડી: આજરોજ રાષ્ટ્રીય સેવા યોજના N.S.S અંતર્ગત પારડી તાલુકાની ખડકી આશ્રમશાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ જેમાં ખટકી આશ્રમશાળાના આચાર્ય તેમજ ભગિની સમાજ હાઈસ્કૂલના આચાર્યા તેમજ શાળાના શિક્ષક મિત્રો તેમજ એન.એસ.એસ.ના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
શાળાના આચાર્યા શ્રીમતી ચેતનાબેન પટેલએ પ્રાસંગીક ઉદ્દભોદન કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવા યોજનાના વિધાર્થીઓ કે જે ભાવિ નાગરિકો છે. તેમનામાં રાષ્ટ્રીય સેવા માટે અભિરુચિ કેળવાય અને સમાજ સેવાના માધ્યમથી વ્યક્તિત્વ વિકાસ થાય અને સાથે આપણે આપના રાષ્ટ્ર ને માટે હંમેશા સહયોગી અને સેવાની ભાવના વિકસે એવી માહિતી આપી હતી
આ પ્રસંગે એન.એસ.એસના સ્વયંસેવકો દ્વારા શાળામાં સફાઇનું અભિયાન પણ યોજાયું હતું જેમાં સહર્ષ લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું.