ચીખલી: ગતરોજ મોડી રાત્રીના 11 વાગ્યાની આસપાસ નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં દૂધ ભરેલ ટેમ્પાનું પાછળનું ફાલકું તૂટી જતા હજારો લીટર દૂધ રસ્તા ઉપર ઢોળાયાની ઘટના સામે આવી છે જેને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતા.

Decision Newsને બનાવ સ્થળ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના કુકેરી ગામે આશરે 11 વાગ્યાના સમય દરમ્યાન ચીખલીથી એક ટેમ્પો નં: GJ-21-V-1545માં દૂધ ભરી વાંસદા તેમજ સાપુતારા તરફ જઈ રહ્યો હતો. દરમ્યાન કુકેરી ચક્કરિયા પાસે ટેમ્પાનો પાછળના ભાગનું ફાલકું અચાનક છૂટુ પડી જતા હજારો લીટર દૂધ રસ્તા ઉપર ઢોળાઇ જવા પામ્યું હતું.

જોકે બનાવને પગલે કોઈ જાનહાની થવા પામી ન હતી. જોકે અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ ઉપર ભેગા થઇ રાહતની કામગીરી હાથ ધરી હતી.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here