વલસાડ: જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વસંતભાઈ બી. પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક તથા કોંગ્રેસ આગેવાનો અને આદિવાસી આગેવાનો દ્વારા આદિવાસીઓનાં જાતિના દાખલા કામે સરકારશ્રી દ્રારા જે ૪૧ થી ૪૨ પુરાવાઓ રજુ કરવા બાબતે જો 25 ઓક્ટોબર 2021 સુધીમાં સરકાર સુધારણાના કોઈ નિર્ણય પર ન પોહ્ચે તો આમરણાંત પ્રતિક ઉપવાસ મામલતદાર ઓફીસ કપરાડા ખાતે કરવાના વાવડ મળ્યા છે.

વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વસંતભાઈ બી. પટેલે Decision News સાથે વાત કરતાં જણાવ્યું કે આદિવાસી લોકોના જાતિના દાખલા કામે જે સરકારે ૪૧ થી ૪૨ પુરાવા રજુ કરવા જણાવેલ મુજબ આદિવાસી વિસ્તાર, પહાડી વિસ્તાર અને  અંતરિયાળ તથા વર્ષો પહેલા અશિક્ષિત પ્રજા અને અગાઉના સરકારનાં તલાટી કે મામલતદાર કક્ષાનાં રેવન્યુ દફતરે રેકર્ડનો પણ સવાલ ઉભો થયો છે. જેથી ચાર પેઢી નામુ કે સોગંદનામુ અન્ય દસ્તાવેજો રજુ કરવા કામે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયેલ છે. તલાટી કમમંત્રી પાસે પ્રાથમિક તબક્કાનાં રેકર્ડ પેઢીનામા કામે આપવાનો હોય છે. જે સ્થાનિક અધિકારીઓ પાસે જરૂરી પુરાવા કે રેકર્ડ ન હોય તો આદિવાસીઓનાં દાખલા માટે પરિપત્ર મુજબ દસ્તાવેજ રજુ કરવા મુશ્કેલી ઉભી થયેલ છે. તમામ હકીકતો ધ્યાનમાં લઇ સરકારશ્રી દ્રારા આદિવાસીઓનાં લાઈફ લાઈન માટે જાતિનું પ્રમાણપત્ર શિક્ષણ કે સર્વિસ લાઈન તથા અન્ય મળવા પાત્ર લાભોમાં રજુ કરવા કામે એક પડકાર છે.

અમારી રજુઆતને ધ્યાનમાં લઈ મળવાપાત્ર હક્ક અને અધિકાર, ન્યાય માટે પરિપત્ર/હુકમમાં ફેરવિચારણા કરી અગાઉ તલાટીશ્રીના દાખલા આધારીત, LLC આધારીત નિયમ મુજબ ગ્રેઝેટર અધિકારીશ્રીઓ આદિવાસીઓનાં જાતિના દાખલા ન મળે તો ૨૫ ઓક્ટોબર 2021 થી મામલતદાર કચેરી કપરાડા સામે આમરણાંત પ્રતિક ઉપવાસ અચોક્કસ મુદત સુધી કાર્યક્રમનાં આદિવાસીઓનાં હક્ક, અધિકાર, ન્યાય માટે વસંતભાઈ બી.પટેલ મહામંત્રી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા શ્રી મહાદુભાઈ સરનાયક ઉપપ્રમુખ, કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિ આમરણાંત ઉપવાસ પર બેસવા નિર્ણય કર્યો છે.

સાથે દરરોજનાં પ્રતિક ઉપવાસ કપરાડા તાલુકા કોંગ્રેસપ્રમુખ હરેશભાઈ પટેલ કોંગ્રેસનાં આગેવાનો અને દરેક ગામનાં આદિવાસી આગેવાનો જોડાવાનો નિર્ણય કર્યો છે. પ્રતિક ઉપવાસ સવારે ૧૦-૦૦ થી ૪-૦૦ કલાક રહેશે. જાતિના પ્રમાણપત્ર કામે તાત્કાલિક ધોરણે ઉમરગામ થી અંબાજી, ગુજરાત આદિવાસીઓનાં હિતમાં સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય ન કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક જન આંદોલન, આમરણાંત પ્રતિક ઉપવાસ કરવાની ફરજ પડશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here