બીલીમોરા: આજરોજ બીલીમોરા નગરપાલિકા દ્વારા બીલીમોરા વોર્ડ નં. ૧ બીલી કુંભારવાડા ખાતે બાગ અને ટ્રાફિક આઇલેન્ડનું ઉદઘાટન માનનીય લોકલાડીલા સાંસદ સભ્યશ્રી તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાહેબ દ્વારા લોકપર્ણ કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા નગરપાલિકા દ્વારા બીલીમોરા વોર્ડ નં. ૧ બીલી કુંભારવાડા ખાતે બાગ અને ટ્રાફિક આઇલેન્ડનું લોકપર્ણ કરવામાં આવ્યું છે જેનાથી ટ્રાફિકના પ્રશ્નો થોડા અંશે હળવા થવાની લોકો શક્યતા જોઈ રહ્યા છે.

આ પ્રસંગે રાજયના મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ, શ્રી પિયુષભાઇ, નવસારી જિલ્લાના પ્રમુખશ્રી ભુરાલાલ શાહ, નવસારી જિલ્લાના પ્રભારીશ્રી રણજીતભાઇ ચિમના, ગુજરાત પ્રદેશના મંત્રીશ્રી શિતલબેન સોની સહિત, બીલીમોરા સંગઠન પ્રમુખ, મહામંત્રી, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેનશ્રી, સભ્યશ્રી તથા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here