ધરમપુર: આગામી 26-04-2026ના રોજ યોજાનાર વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરમપુર તાલુકા મોટી ઢોલડુંગરી ગામમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવા તેમજ તમામ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી.બેઠકમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લા, પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, જિલ્લા મહામંત્રી શ્રી ગણેશભાઈ અને શ્રી કમલેશભાઈ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ તથા તાલુકા પ્રમુખ શ્રી કેતનભાઈ વાઢુંના માર્ગદર્શન હેઠળ જિલ્લા-તાલુકા સ્તરના હોદ્દેદારો, ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર વિજય શંખનાદ કર્યો અને આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પાર્ટીને ભવ્ય વિજય અપાવવાના સંકલ્પ સાથે બેઠકનું સમાપન કર્યું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here