ઝઘડિયા: તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા કુમાર શાળા ખાતે આવેલ શિક્ષક ક્વાટર્સમાં મૂળ નવસારીના ધર્મેશ રઘુભાઈ ગાવિત ડેડીયાપાડા તાલુકાના નવાગામ પાનુડા ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા અગમ્ય કારણસર આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ઘડિયા કુમાર શાળા ખાતે આવેલ શિક્ષક ક્વાટર્સમાં મૂળ નવસારીના ધર્મેશ રઘુભાઈ ગાવિત ડેડીયાપાડા તાલુકાના નવાગામ પાનુડા ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતાં હતા તેમના પત્ની કામીનાબેન ઝઘડિયાના ડમલાઈ પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. ઈદ-એ-મિલાદની રજા લઈને બે બાળકો સાથે તેમના પત્ની સાસરીમાં ગયા હોવાના કારણે ધર્મેશ શિક્ષક ક્વાટર્સમાં એકલા જ હતા ત્યારે ગતરોજ ધર્મેશ ગાવીતે અગમ્ય કારણોસર ક્વાટર્સમાં સીલીંગ ફેન સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો.

આ બનાવ અંગે ઝઘડિયા પોલીસ મથકમાં તેમના પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાની વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here