સિનેવર્લ્ડ: હિન્દી ફિલ્મી જગતમાં મોટાભાગે વિવાદમાં રહેતાં જાણીતા બોલિવૂડના અભિનેતા આમિર ખાન દ્વારા સડક પર ફટાકડા નહીં ફોડવા અંગેની અપીલ કરતી એક જાહેરાત કરવામાં બાબતે તે એકાએક વિવાદમાં સપડાઇ ગયાની માહિતી મળી રહી છે.

Decision Newsને ઉપલબ્ધ બનેલી માહિતી મુજબ કર્ણાટકના ભાજપના સંસદ સભ્ય સહિતના કેટલાક નેતાઓ દ્વારા આમિર ખાનની આ અપીલની સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો છે અને એમ કહેવામાં આવ્યું છે કે આમિર ખાનની આવી જાહેરાતથી હિન્દુઓની લાગણી ઘવાય છે. સીટ ટાયર કંપનીના સીઈઓને એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને આ જાહેરાતને બંધ કરવાની અપીલ કરવામાં આવી છે અને આ પ્રકારની જાહેરાતો થી સમાજમાં નેગેટિવ ઈફેક્ટ ઉભી થાય છે તેમ કહેવામાં આવ્યું છે.

ભાજપના સાંસદ સભ્ય દ્વારા આમિર ખાનને એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જ્યારે દેશમાં અલગ અલગ સ્થળો પર જાહેરમાં સડક પર નમાજ અદા કરવામાં આવે છે ત્યારે પણ ઘણા બધા પ્રોબ્લેમ થાય છે તો તેનું શું ? આ જાહેરાતને પગલે સોશિયલ મીડિયા પર પણ અમીરખાન મોટા પ્રમાણમાં ટીકાનું નિશાન બની રહ્યો છે અને આ જાહેરાતનો ભરપૂર વિરોધ કરવામાં આવી રહ્યો છે.