દેશમાં કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર પહોંચવાની તૈયારી છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 100 કરોડ વેક્સિનના ડોઝ અપાઈ જાય તે પછી બીજો ડોઝ લગાવવા માટે એક મોટું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાંમાર અને ઈરાનને વેક્સિન મૈત્રી અંતર્ગત, વેક્સિન આપવામાં આવી છે. 30 થી વધુ દેશે કો-વેક્સિનને મંજૂરી આપી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 15 હજાર 981 કેસ નોંધાયા છે અને 17 હજાર 861 દર્દીઓ સ્વસ્થ થયા છે. સક્રિય કેસની કુલ સંખ્યા 2 લાખ 1 હજાર 632 થઇ છે.. દેશમાં અત્યાર સુધીમાં 97 કરોડ 23 લાખથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.