નવી દિલ્લી: ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે આજે ભારતમાં ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ ઓક્ટોબર મહિનામાં 3 દિવસ છોડીને આ 13મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે જેના કારણે જનતા હેરાન પરેશાન થઇ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આજના પેટ્રોલના ભાવ ગાંધીનગરઃ 102.42 રૂપિયા પ્રતિ લિટર, દિલ્લીઃ 105.49 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈઃ 11143 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નઈઃ 102.80 રૂપિયા પ્રતિ લિટર, કોલકત્તાઃ 106.10 રૂપિયા પ્રતિ લિટર, બેંગલુરુઃ 109.16 રૂપિયા પ્રતિ લિટર, પટનાઃ 108.84 રૂપિયા પ્રતિ લિટર, લખનઉઃ 102.49 રૂપિયા પ્રતિ લિટર, ચંદીગઢઃ 101.53 રૂપિયા પ્રતિ લિટર.

આજના ડીઝલના ભાવગાંધીનગરઃ 101.75 રૂપિયા પ્રતિ લિટર, દિલ્લીઃ 94.22 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈઃ 102.15 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નઈઃ 98.69 રૂપિયા પ્રતિ લિટર, કોલકત્તાઃ 97.33 રૂપિયા પ્રતિ લિટર, બેંગલુરુઃ 100.00 રૂપિયા પ્રતિ લિટર, પટનાઃ 100.79 રૂપિયા પ્રતિ લિટર, લખનઉઃ 94.66 રૂપિયા પ્રતિ લિટર.

Decision Newsએ મળેલી જાણકારી અનુસાર ઈંધણની કિંમતો 16 ઓક્ટોબરે દેશભરમાં પોતાના મહત્તમ સ્તરે પહોંચી ગઈ છે. ત્યારે આજે પેટ્રોલની કિંમતોમાં 30થી 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે જ્યારે ડીઝલના કિંમતોમાં 33થી 37 પૈસા પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે. તમે  આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે.