નવસારી: ગતરોજ નવસારીના દેગામ ગામના L&T કંપનીમાં જી.આઇ કંપનીના સિકયુરિટી સુપરવાઝાર તરીકે ઓળખ આપનાર રતન સિકયુરિટી તરીકે નોકરી પર રાખી અઢી મહિનાથી પગાર નહિ ચૂકવીને ઉપરથી દાદાગીરી કરતાં ઉગ્ર માહોલ સર્જાયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારીના દેગામ ગામના L&T કંપનીમાં જી.આઇ કંપનીના સિકયુરિટી સુપરવાઝર તરીકે ઓળખ આપનાર રતન સિકયુરિટી તરીકે નોકરી પર રાખી અઢી મહિનાથી પગાર નહિ ચૂકવીને ઉપરથી દાદાગીરી કરી સિકયુરિટી કર્મચારીને દબાવવાની સુપરવાઝર કોશિશ કરાઈ જેને લઈને BTTS સંગઠનના આગેવાનો આગળ આવ્યા અને તેઓએ સિકયુરિટી કર્મચારીને પોતાના હકનો પૂરો પગાર 25,500 હજાર રૂપિયા સ્થળ પર અપાવ્યા હતા.

BTTS ગુજરાત પ્રદેશના મહામંત્રી પંકજ પટેલ જણાવે છે કે અમે હંમેશા ગરીબો અને મજબુર વ્યક્તિઓને તેમના હક અને અધિકારો અપાવવા માટે કાર્યરત છીએ જો કોઈ પણ પ્રકારના અન્યાય થતો જોવા મળશે તો અમે ચુપ બેસી રહેવામાં માનતા નથી ખાસ કરીને જ્યારે કોઈ ગરીબ વ્યક્તિને કોઈ કદાવર વ્યક્તિ દ્વારા અન્યાય થતો હોય, ગરીબ વ્યક્તિનો હક છીનાવતો હોય !