ચીખલી: હાલમાં એક તરફ લગ્ન પ્રસંગોની સીઝન પુર જોશમાં ચાલી રહી છે અને ગરમીનો પારો પણ 41 ડિગ્રીને પાર કરી રહ્યો છે એવી કાળ ઝાળ ગરમીમા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આવી જ ઘટના ચીખલી તાલુકાના વાંઝણા ગામે લગ્ન પ્રસંગે ગયેલા મહુવા તાલુકાના ઉમરા ગામ ના પરિવારની વાન ગાડી માં રાનવેરીકલ્લા ગામે પહોંચતા ગાડીમાં સોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી..

જુઓ વિડીયો..

Decision News ને મળેલી વિગતો મુજબ આગ લગતા ગાડીમાં બેઠેલું પરિવાર ને ગાડીમાં આગ લાગવાની શંકા થતાં ગાડીના બધા દરવાજા ખોલી કૂદી ગયા હતા જેથી મોટી જાનહાનિ થતાં ટળી હતી. ફાયર બ્રિગેડ બોલાવી ગરીબ પરિવારની ગાડી બચાવવાના રાનવેરીકલ્લા ગામના સરપંચ શ્રી એ પ્રયત્નો કર્યા હતા પણ ફાયરબ્રિગેડના ના મોટા ચાર્જ જણાવતા અંતે પરિવારે આંખ સામે ગાડી ખાખ થતાં જોતા રહ્યા.

અંતે રાનવેરીકલ્લા ગામના જાગૃત યુવાઓ એ નજીકના ઘરોમાંથી પાણીની મોટર ચાલુ કરી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા છતાં ગાડી બળી ને ખાખ થઈ ગઈ હતી અને ગાડીમાં બેઠેલા પરિવાર સહી સલામત બચી ગયા હતા.