નિઝર: તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકામાં પોલીસ લાઈન ફળિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત !હાલમાં ચૂંટણીને લઈ તડમારા તૈયારીઓ તમામ અધિકારીઓ દ્રારા થઈ રહી છે. નિઝર ગામના પોલીસ લાઈન ફળિયાના લાભાર્થી દ્રારા વારંવાર ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને તાલુકા પંચાયતના અધિકારીઓને મૌખિક રજુઆત કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી 20 જેટલાં લાભાર્થીને આવાસ આપવામાં આવેલ નથી ? જ્યારે આવાસના જીઓ ટેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આવાસના જીઓ ટેકિંગમાં પહેલા 20 લાભાર્થીના નામો પણ સામીલ હતા. પણ જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમ તેમ પ્રધાનમંત્રી આવાસ આ લાભાર્થીને આપવાને બદલે બીજાં લાભાર્થીને લાભ આપી દેવામાં આવ્યો હોવાનો રાવ ઉઠી રહી છે.

સ્થાનિક લોકો ચર્ચા કરી રહ્યા છે કે સરપંચના સગા સંબંધી ને જ આવાસનો લાભ આપવામાં આવેલ છે. જેને ખરેખર આવાસની જરૂર હોય તેવા લાભાર્થીને આવાસનો લાભ કેમ આપવામાં આવતો નથી. ગ્રામ પંચાયતનો ઠરાવ સર્વપરી ગણવામાં આવે છે. પરંતુ 20 લાભાર્થીના ગ્રામ પંચાયતનો ઠરાવ લઈને પણ લાભાર્થીને આવાસ આપવામાં આવતું ન હોય તો બીજા કામોનો ઠરાવ લઈને શું ફાયદો ? કેટલા વર્ષનો જૂનો ઠરાવ છે તે તપાસ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી રહી છે. લોકોને રસ્તાની અને ગટરની જરૂર નથી હાલમાં લોકોને ફક્ત પાણીની અને આવાસની જરૂર છે. હાલમાં લોકોને આવાસની ખુબ જ જરૂરી છે. કેટલાક ઘરો પડી જાય એવી હાલતમાં જોવા મળે છે. છતાં પણ તલાટી અને સરપંચ ગામમાં સર્વે કરતા નથી. કોનું ઘર કાચું છે તે પણ તલાટી અને સરપંચને ખબર નથી. હાલ હજુ પણ ક્યાંક ને ક્યાંક વિકાસની ગાથાઓ માત્ર કાગળ પર જ જોવા મળતી હોય તેમ જણાય રહ્યું છે. ત્યારે ગરીબ આદિવાસી પરિવાર આખરે મીડિયાને માધ્યમ બનાવીને પોતાની લાગણીઓ ઠેલવી તંત્ર સુધી પહોંચાડવા ઝઝૂમી રહ્યા છે.

પોલીસ લાઈન ફળિયાના તમામ લાભાર્થીઓ તમામ લાભથી વંચિત હોવાનું તેમણે જણાવ્યું હતું કે 2 થી 3 વર્ષ પહેલા આવાસના ફોર્મ ભરાયા હોવા છતાં હજુ સુધી તેમણે આવાસો ન મળ્યા હોવાનું આ ગરીબ આદિવાસી પરિવારે જણાવ્યું હતું. સ્થાનિક તંત્ર આ બાબતે યોગ્ય પગલાં લઈ ગરીબ આદિવાસી પરિવારોને આવાસનો લાભ આપવામાં આપશે ખરું ? આવનાર સમયમાં ખબર પડશે ?