ભારતમાં કોરોના વિરુદ્ધ ઝડપથી વેક્સિન અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જેને કારણે દેશમાં 201 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 હજાર 795 કેસ નોંધાયા છે. આ સાથે 26,030 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં 179 દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે.

ભારતમાં અત્યાર સુધી 3 કરોડ 29 લાખ 58 હજાર 2 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં હાલ કોરોનાના 2 લાખ 92 હજાર 206 એક્ટિવ કેસ છે. જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓની વાત કરીએ તો દેશમાં 26 હજાર 30 દર્દીઓ સાજા થયા છે અને 179 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 56 કરોડ 57 લાખ 30 હજાર 31 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં છેલ્લા 24 કલાકમાં કુલ 13 લાખ 21 હજાર 780 કોરોનાના ટેસ્ટ કરાયા છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here