ચીખલી: ગતરોજ જ્યારે ગુજરાતના નવા મંત્રી મંડળમાં નવસારીની ગણદેવી બેઠક પરના ધારાસભ્ય નરેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકે નરેશ પટેલે શપથ લીધા અને તેમને આદિજાતિ વિકાસ, અન્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો સોંપવામા આવતાં તેમના મત વિસ્તારમાં તથા તેમના વતન રૂમલામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચીખલી તાલુકાના રૂમલા ગામના નરેશ પટેલ વર્ષ 2007માં નવસારીની ચીખલી વિધાનસભા બેઠક પર થી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યાર પછી 2012 વિધાનસભાની ચૂંટણીમાં વાંસદા સીટ પર તેની હાર થઈ પણ તેમણે હિંમત ન હરતાં વર્ષ 2017માં ખુબ જ મહેનત કરી અને નવસારીની ગણદેવી બેઠક પર ભારે બહુમતીથી જીત મેળવી હતી

સ્થાનિક લોકોનું માનવું છે કે હાલમાં નવસારી જિલ્લાની ચાર વિધાનસભા પૈકી એક વાંસદા સીટ પર કોંગ્રેસનો દબદબો છે અને આગામી 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે સીધી ટક્કર મળે તેવા ઉદ્દેશ સાથે જાતિગત સમીકરણ ઉભું કરવામાં આવ્યું છે કારણ કે અનંત પટેલ અને નરેશ પટેલ બંને ઢોડિયા આદિવાસી પટેલ છે. બંને વચ્ચે જોરદાર ટક્કર થવાનું જોવામાં આવી રહ્યું છે.