વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નિર્મિત નરેન્દ્ર મોદી વનમાં ૭૧ હજાર વૃક્ષોના વાવેતરના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહભાગી થયા હતા.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ‘મિશન મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત જાપાનીઝ મીયાવાકી પધ્ધતિથી આ ૭૧,૦૦૦ વૃક્ષોના ઉછેરનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here