ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે સરપંચશ્રીની અધ્યક્ષ સ્થાને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી ઢોલડુંગરી ગામનો ખરાબાની જગ્યા થઇ ગયેલ જંગલ અને આદિમજૂથના રહેવા અંગે જમીન બાબતોની ચર્ચા કરવામાં avi હતી.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ Decision newsને આપેલી જાણકારી પ્રમાણે ગામના યુવા અગ્રણી હિરલ ભાઈ દ્વારા ગામમાં જે પુરવઠાના બોરિંગ છે તેમાં કોઈ એક વ્યક્તિ માલિક બની ફળિયામાં કે બાજુમાં રહેતા વ્યકિતને પાણી ન આપતા હોય એ બાબત ગ્રામ સભા સમક્ષ મૂકી હતી આ ઉપરાંત ગામમાં કોવિડની વેકસીન અંગેની ડો. નયન ભાઈ દ્વારા માહિતી આપવામાં આવી. ત્યાર બાદ ગ્રામ પંચાયત દ્રારા ગામના લોકોના વિવિધ પ્રશ્નો અંગેની વાતો અને ઠરાવો પ્રસારિત કરવામાં આવ્યા.

ગ્રામસભામાં તલાટીકમ મંત્રી જયેશભાઇ, ગ્રામસેવક જાતિનભાઈ અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ વડીલો યુવાનો માતાઓ અને બહેનો ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.