ધરમપુર: બી.આર.એસ. કોલેજ બિલપુડી ધરમપુર ખાતે આદિવાસી વિસ્તારમાં ગ્રામ્ય જીવન અને સંસ્કૃતિની અનુભૂતિ કરવા હેતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે પાટણ તથા બનાસકાંઠા જિલ્લામાંથી પધારેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ આદિવાસી વિસ્તારના જીવન, તેમની પરંપરાઓ, સંસ્કૃતિ અને પડકારોને નજીકથી સમજવાનો અવસર મેળવ્યો હતો. ડો. હેમંત પટેલ જણાવે છે કે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો પ્રત્યે સમજ અને સંવેદના વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના સમાપન પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને અનુભવોનું વિમર્શ પણ યોજાયું હતું.
સમાપન કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, સાંઇનાથ હોસ્પિટલના ડૉ. હેમંતભાઈ પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નવસારી વિભાગ પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગાયકવાડ, ધરમપુર શહેર ભાજપ પ્રમુખ શ્રી અમિતભાઈ ચોરેરા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ગણેશભાઈ બિરારી, ધરમપુર નગરપાલિકા કોર્પોરેટર શ્રી હિતેશભાઈ, સમીપભાઈ રાંચ, પ્રદીપભાઈ પટેલ, નિમેશભાઈ આહિર સહિત અનેક મહાનુભાવો અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.











