વલસાડ: વલસાડ શહેરના અબ્રામા અને મોગરાવાડી વિસ્તારને જોડતા તેમજ નેશનલ હાઈવે તરફ જતા મુખ્ય માર્ગની છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતને કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વલસાડ શહેરના અબ્રામા અને મોગરાવાડી વિસ્તારને જોડતા તેમજ નેશનલ હાઈવે સાથે સીધું જોડાણ આપતા મુખ્ય માર્ગની છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત બિસ્માર હાલત હોવાના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ રોડના કાયમી નવીનીકરણ અને યોગ્ય સમારકામ માટે સમસ્ત આદિવાસી સમાજના યુથલીડર, જાણીતા સર્જન અને IMA વલસાડના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને કડક રજૂઆત કરી છે સમસ્ત આદિવાસી સમાજના યુથલીડર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વલસાડના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ.નિરવ ભુલાભાઈ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને કડક રજૂઆત કરી છે.

માત્ર ગલીનો રસ્તો નહીં, પણ હજારો લોકોની જીવાદોરી ડૉ. નિરવ પટેલે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે આ માર્ગ કોઈ સામાન્ય ગલી કે આંતરિક રસ્તો નથી, પરંતુ હજારો નાગરિકોની રોજિંદી અવરજવર માટેની જીવાદોરી સમાન છે. ડૉ. નિરવ પટેલે રજૂઆતમાં જણાવ્યું છે કે, આ માર્ગ માત્ર કોઈ સ્થાનિક ગલી કે સામાન્ય આંતરિક રસ્તો નથી, પરંતુ હજારો નાગરિકો માટે દૈનિક અવરજવરની જીવાદોરી સમાન મહત્વપૂર્ણ માર્ગ છે. જો આ રોડને યોગ્ય રીતે કાયમી ધોરણે વિકસાવવામાં આવે તો વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર થતાં ટ્રાફિકના ભારણમાં મોટો ઘટાડો થઈ શકે તેમ છે. નેશનલ હાઈવે સાથે જોડાણ ધરાવતા આ રસ્તાને જો યોગ્ય રીતે વિકસાવવામાં આવે, તો વલસાડના મુખ્ય માર્ગો પરનું ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય તેમ છે.

ચોમાસા દરમિયાન રસ્તા પર પડેલા મોટા-મોટા ખાડા, કાદવ અને ભરાતા પાણીના કારણે દ્વિચક્રી વાહનચાલકો, વૃદ્ધો, મહિલાઓ અને શાળાએ જતા માસૂમ બાળકો માટે સતત અકસ્માતનો ભય તોળાતો રહે છે. ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની જાય છે, રસ્તા પર મોટા-મોટા ખાડાઓ, કાદવ અને પાણી ભરાવાને કારણે દ્વિચક્રી વાહનચાલકો, વૃદ્ધો, મહિલાઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે અકસ્માતનું જોખમ સતત તોળાતું રહે છે.

ઉગ્ર લોકઆંદોલનની ચીમકી પ્રશાસનને કડક શબ્દોમાં ચેતવણી આપતા ડૉ. પટેલે જણાવ્યું હતું કે હવે અબ્રામા અને મોગરાવાડીના રહીશોને માત્ર પોકળ આશ્વાસન નહીં પણ સમયબદ્ધ અને કાયમી કામગીરી જોઈએ છે. ડૉ. પટેલે વહીવટી તંત્રને ચીમકી આપતા જણાવ્યું છે કે, અબ્રામા અને મોગરાવાડીના નાગરિકોને હવે માત્ર આશ્વાસન નહીં પણ સમયબદ્ધ કામગીરી જોઈએ છે. જો તંત્ર દ્વારા આ પ્રશ્ને તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશોને સાથે રાખીને લોકશાહી ઢબે આ પ્રશ્નને ઉચ્ચ કક્ષાએ લાવીને ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડશે. જો પ્રશાસન દ્વારા આ બાબતે તાત્કાલિક અને કાયમી પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિક નાગરિકોને સાથે રાખીને લોકશાહી ઢબે આ પ્રશ્નને ઉચ્ચ કક્ષાએ લઈ જઈને ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here