વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળકૂઈ ગામની દિવ્યલતાબેન રણજીતભાઈ ચૌધરીએ સમાજશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી.ની ઉપાધિ મેળવીને પોતાના ગામ તેમજ સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. તેઓ વર્તમાનમાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ડોલવણમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી રહ્યા છે.

Decision News ને મળેલી વિગતો મુજબ દિવ્યલતાબેન ચૌધરી સંશોધનનો વિષયની વાત કરીએ તો “ચૌધરી આદિવાસી જાતિનો સમાજશાસ્ત્રીય અભ્યાસ” રહ્યો હતો. આ અભ્યાસમાં તેમણે ચૌધરી આદિવાસી સમાજના સામાજિક, આર્થિક અને રાજકીય જીવનના વિવિધ પાસાઓનો વિસ્તૃત અને ઊંડો અભ્યાસ કર્યો છે. માર્ગદર્શન અને સિદ્ધિ દિવ્યલતાબેને આ સંશોધન કાર્ય મહિલા મહાવિદ્યાલય, વડોદરાના એસોસિયેટ પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. હસમુખભાઈ એફ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું. તેમના સંશોધનને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાએ માન્ય રાખીને પી.એચ.ડી.ની ઉપાધિ પ્રદાન કરી છે.

ગામ અને પરિવારમાં આનંદની લહેર
આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિવ્યલતાબેનના પરિવારજનોમાં ખૂબ આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. સગા-સંબંધીઓ, મિત્રો, સાહિત્યિક વર્તુળો અને સમાજના આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમની આ સિદ્ધિએ માત્ર કેળકૂઈ ગામ જ નહીં, પરંતુ સાસરી ડોલવણ ગામનું પણ નામ ઉજ્જવળ કર્યું છે. આદિવાસી સમાજના સંશોધનમાં મહિલા સંશોધક તરીકે તેમનું આ પગલું યુવતીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે.

શુભેચ્છા:
દિવ્યલતાબેનની આ સિદ્ધિ તેમના ભવિષ્યના સંશોધન કાર્ય માટે પણ પ્રેરણા સમાન છે. તેમના આવનારા કાર્યોમાં વધુ સફળતા મળે તેવી અભિનંદન સાથે શુભકામનાઓ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here