બીલીમોરા: આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશની જેમ નવસારીના બીલીમોરા ટાઉનમાં પણ બીલીમોરા ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં Covid-19 રસીકરણનો મેગા કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે નવસારીના બીલીમોરા ટાઉનમાં પણ બીલીમોરા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરા, જુના ફાયર સ્ટેશન બીલીમોરા, પ્રજાપતિ વાડી બીલીમોરા,પાંચાલ વાડી બીલીમોરા, દેસરા મદરેસા રામજી મંદિરની સામે જેવા જુદા-જુદા વિસ્તારોમાં Covid-19 રસીકરણનો મેગા કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  આ રસીકરણ અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરાના ડો. રાજેન્દ્ર ગઢવી અને મેડીકલ ઓફિસર બીલીમોરાના ડો. નિરાલી નાયકના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને નવસારી જિલ્લામાં આજના દિવસ દરમિયાન ૮૦,૦૦૦ ડોઝ આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સફળ થવા નવસારી વિવિધ વિસ્તારોના ભાજપના કાર્યકરો મનમૂકીને કાર્ય કરતાં સુત્રોનું કહેવું છે

Bookmark Now (0)