કપરાડા: ચોમાસું આવતા જ રસ્તાઓમાં કરેલા વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે ત્યારે નાનાપોઢાથી કપરાડા જતાં રસ્તા ઉપર માંડવાથી લઈને કપરાડા સુધીના રસ્તામાં ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય ખડું થતા જ રસ્તામાં થયેલ ઘાલમેલની પોલ ખુલી ગઈ છે.

Decision Newsએ નાનાપોઢાથી કપરાડા જતાં રસ્તાની તપાસ કરતાં જાણવા મળ્યું કે માંડવા ગામથી લઈને કપરાડા સુધીના રસ્તાની હાલત ખુબ જ ખરાબ છે આખા બિસ્માર હાલતમાં આવી ચુકેલા રસ્તામાં ઠેર ઠેર ખાડાઓની હારમાળા જોવા મળે છે અને વરસાદના પાણીથી આ ખાડાઓ ખાબોચિયાનું સ્વરૂપ ધારણ કરી બેઠા હોય એવું લાગે છે જેના કારણે અકસ્માતોની સંભાવના ખુબ જ પ્રબળ છે અહીંથી આવતા જતા વાહનો જાણે ડાન્સ કરતાં જતાં હોય એવા દ્રશ્યો જોઈ શકાય છે. અને હા..અકસ્માત ઝોન તરીકે ઓળખાતા કુંભઘાટ અગાવ પણ માર્ગ ખખડધજ બની જતા વાહન ચાલકોની સુરક્ષા સામે જોખમ ઉભું કરીકરી ચુક્યું છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે જોડતા નાસિક માર્ગ ઉપર પ્રતિદિન હજારો કૉમેશિયલ અને ખાનગી વાહનો દોડતા હોય છે. જોકે તંત્રની બેદરકારીના પગલે પ્રતિ ચોમાસા દરમિયાન માંડવા થી કપરાડા સુધીનો માર્ગ કે જેમાં સૌથી વધુ અકસ્માતો જ્યાં નોંધાયા છે એ કુંભઘાટનો પણ સમાવેશ થાય આમ છતાં હાઇવે ઓથોરિટીના આંખો બંધ કરીને બેઠું છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here