નવસારી: આખરે આદિવાસી યુવાનોને ન્યાય મેળવવાની આશાનું એક કિરણ દેખાયું છે આજે નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ આપઘાતમાં મામલામાં ચીખલીના 4 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ હત્યા અને એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોધાવાનો નવસારી એસ.પી પોલીસ દ્વારા ચીખલીના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને આદેશ અપાયા છે.

Decision Newsને મળેલી જાણકારી અનુસાર આજરોજ ડાંગ જિલ્લાના વઘઇના યુવાનોના ચીખલી પોલીસ સ્ટેશનમાં થયેલા શંકાસ્પદ આપઘાતના મામલે મૃતક યુવાનનોના પરિવારજનો અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ અને મંગળભાઈ ગાંવિત આગેવાનો સાથે રહીને નવસારી એસ.પી. પોલીસ કચેરી આ બાબતે ન્યાયિક તપાસની માંગ કરવા પોહચ્ચા હતા અને એસ.પી દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનના હાલમાં ઇન્ચાર્જ પોલીસ વડાને આ અરજીમાં સામેલ નામોના પોલીસકર્મી વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી એકટ મુજબ ગુનોની FIR નોંધવા આદેશ કર્યો છે.

નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકે 4 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવા આદેશ આપી દીધો છે. મૃતક યુવાનોના પરિવારજનોની લેખિત ફરિયાદને FIR માં બદલવામાં આવશે. આમ 4 પોલીસકર્મી વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી એકટ મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવી શકે છે.

 

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here