દાનહ: આજરોજ દમણ દીવના માનનીય સાંસદશ્રી લાલુભાઈ પટેલ દ્વારા ભારતના વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકરને  દમણ-દીવ સહિત સમગ્ર વેસ્ટર્નના માછીમારોને પાકિસ્તાનના કબજામા એક વર્ષના ગાળામાં ભારતને સોંપવામાં આવે એવા ઉદ્દેશથી  રૂબરૂમાં મળીને આવેદનપત્ર આપ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે ભારતના વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકરને રૂબરૂ મળીને એક આવેદન પત્રના માધ્યમથી માંગ કરી છે કે દમણ-દીવ સહિત સમગ્ર વેસ્ટર્ન રીજનની કુલ 1200 થી વધુ મચ્છીમાર બોટો અને 270 થી વધુ માછીમાર ભાઈઓ પાકિસ્તાનના કબજામા છે. દર વખતે પાકિસ્તાન દ્વારા પોતાના કબજામા રહેલા ભારતીય માછીમારોને લગભગ એક વર્ષના ગાળામાં ભારતને સોંપણી કરવામાં આવે છે પણ આ વખતે આ સમયગાળો ઘણો લાંબો થવાથી માછીમાર સમાજમાં ચિંતાની લાગણી વ્યાપી ગઇ છે. ત્યારે ભારત સરકારે આ બાબતે પાકિસ્તાન સાથે વાત કરીને જલ્દીથી ભારતીય માછીમારો ને તેમની પકડાયેલી બોટ સહિત છોડાવવાનો પ્રયાસ કરવામાં આવે તેવી વિનતી કરી દમણ દીવના સાંસદશ્રી લાલૂભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આવનારા સમયમાં ભારત સરકાર આ મુદ્દે ધ્યાન આપી પાકિસ્તાનના કબજામાં રહેલા માછીમારોને ઝડપથી ભારત લાવવામાં આવે અને તેમના પરિવારજનો તેમના બાકી રહેલા જીવનના વર્ષો ગાળવાના મોકો આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here