વલસાડ: અતુલ રેલવે સ્ટેશન નજીકથી એક મહિલાનો હાથ-પગ બાંધેલા અને મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા પ્રાથમિક દૃષ્ટિએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે ડોગ સ્ક્વોs, FSL સહિતની ટીમોની મદદ લઇ લોકોની પૂછપરછ પણ હાથ ધરી છે.
Decision News ને મળેલી જાણકરી મુજબ, અતુલ રેલવે સ્ટેશન નજીક ટ્રેકની બાજુમાં ખુલ્લી જગ્યામાં સ્થાનિકોને અસહ્ય દુર્ગંધ આવતાં તપાસ શરુ કરી તો એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહમાંથી અસહ્ય ગંધ આવતી હતી, લાશ કોહવાયેલી હોવાથી ઘટના થોડા દિવસો અગાઉ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસે મહિલાના ઓળખ અંગે તપાસ કરવા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ હાથ ધરી છે. સાથે મહિલાની હત્યા થઈ હોવાની શંકાને આધારે ડોગ સ્ક્વોડ અને FSL ટીમની મદદ લેવામાં આવી છે. હાલ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.











