ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ત્રણ દરવાજા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આજરોજ વિવિધ જનપ્રતિનિધિઓ અને શૈક્ષણિક આગેવાનો વચ્ચે શિક્ષણ ક્ષેત્રના વિકાસ, ગ્રામ વિકાસ, જનહિતના પ્રશ્નો તેમજ સમાજના સર્વાંગી વિકાસના મુદ્દા પર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી ઉર્મિલાબેન ગણેશભાઈ બિરારી, વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મણિલાલભાઈ ગાંવિત, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુતલાબેન સતિષભાઈ ચૌધરી, તેમજ ગણેશભાઈ બીરારી સામાજિક કાર્યકર બારોલીયા તિસ્કરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ ભોયા, પાનવા ગામના સરપંચ શ્રી સતિષભાઈ ચૌધરી, ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી રામુભાઈ પઢેર તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વલસાડના અધ્યક્ષ શ્રી અજીત ઠાકોર અને તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

શુભેચ્છા મુલાકાત દરમિયાન જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના વિકાસ, ગ્રામ વિકાસ, જનહિતના પ્રશ્નો તેમજ સમાજના સર્વાંગી વિકાસ માટે પરસ્પર સહકાર અને સંકલન સાથે કાર્ય કરવાની બાબતો પર અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણની ગુણવત્તા વધારવા, ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને વધુ ગતિ આપવા અને લોકોના પ્રશ્નોના સમયસર નિરાકરણ માટે સંયુક્ત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુલાકાત અંતે તમામ મહાનુભાવોએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી, એકતા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here