વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં તાજેતરમાં થયેલ અતિભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધતાં 24 ડુબાઉ કોઝવે ઓવરફ્લો થઈ જતાં તે તમામ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જે વાહનવ્યવહાર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે.

વરસાદ બંધ થતાં જ વાંસદા પેટા વિભાગ, પંચાયત માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તાત્કાલિક સર્વે કરીને નુકસાન થયેલા રસ્તાઓની મરામતની કામગીરી શરૂ કરી. યુદ્ધના ધોરણે કામ કરતાં ટીમોએ એપ્રોચ રોડના ધોવાણ, વોટરવે સફાઈ અને અન્ય જરૂરી સમારકામ પૂર્ણ કર્યા છે. હાલમાં તમામ 24 રસ્તાઓ પર વાહનવ્યવહાર સામાન્ય રીતે શરૂ કરવામાં આવ્યો છે.

વાંસદા પેટા વિભાગ દ્વારા અગાઉથી કરવામાં આવેલ પ્રીમોન્સુન તૈયારીઓના કારણે ડુબાઉ કોઝવે પર પાણી વધતાં તરત જ બેરિકેડિંગ કરી વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે કોઈ અકસ્માતની ઘટના બની નથી.
સ્થાનિક વહીવટી તંત્રની આ ત્વરિત અને સંવેદનશીલ પ્રતિક્રિયાની વિસ્તારના લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here