નાનાપોંઢા: નાનાપોંઢા તાલુકાના ગામમાં સડક ફળિયામાં આશિષભાઈ ભગુભાઈ કુરકુરિયાના મકાનના આંગણામાં અચાનક નીકળેલા ઝેરી ઇન્ડિયન સ્પેક્ટેકલ્ડ કોબ્રાને સુરક્ષિત રીતે બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો અને બાદમાં સાપને તેના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કર્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ પરિવારે તાત્કાલિક વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી (WRTN)નો સંપર્ક કર્યો હતો. WRTNના અનુભવી રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયાડ અને દિનેશભાઈ વાયાડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નાનાપોંઢા વન વિભાગના આરએફઓ જે.એસ. ભેડા અને તેમના સ્ટાફે પણ સ્થળ પર હાજરી આપી હતી. રેસ્ક્યુ ટીમે સંપૂર્ણ સાવચેતી અને વ્યવસ્થિત આયોજન સાથે દરની આસપાસ કામગીરી હાથ ધરી. લાંબી જહેમત અને કુશળતા પછી કોબ્રાને કોઈ પણ ઇજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો.

આ રેસ્ક્યુ ઓપરેશન જોવા મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો એકઠા થયા હતા. રેસ્ક્યુ ટીમે લોકોને સલામત અંતરે રહેવાની અપીલ કરી હતી. વન્યજીવ સંરક્ષણ કાર્યકરોએ ગ્રામજનોને અપીલ કરી છે કે ઘરની આસપાસ કોઈ પણ ઝેરી સાપ કે અન્ય વન્યપ્રાણી દેખાય તો તેને મારવાનો પ્રયાસ ન કરવો. તેના બદલે તાત્કાલિક વન વિભાગ અથવા અધિકૃત વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here