પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા બુધવાર સાંજે પોતાના ઉમેદવારોની ફાઈનલ નામાવલી જાહેર કરવામાં આવી હતી. નામો જાહેર થતાની સાથે જુના અને મોટા માથા ગણાતા બંને પક્ષોમાં સામેલ ન કરતા નવા ચેહરાઓ પસંદ કરતા સમગ્ર પંથકમાં રાજકીય ગરમાટો પ્રસરી ગયો હતો.

સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને ભાજપ અને કોંગેસ પક્ષમાં નવસારી, ભરૂચ, નર્મદા, તાપી, વલસાડ, સુરત, ડાંગ વગેરે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સમાવિષ્ટ તાલુકામા પંચાયતની બેઠકો ઉપર પણ નામો જાહેર થયાં હતાં. જે સાથે લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં જયારે વર્તમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લામાં અને તાલુકા પંચાયતોની બેઠકો ઉપર ઉમેદવારનાં નામ જાહેર કરાતા કાર્યકરોમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ સર્જાયો છે. જ્યારે અમુક જિલ્લામાં ઉમેદવારોના વિવાદના પગલે ભાજપા-કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની અને તાલુકા બેઠક ઉપર નામો જાહેર ન કરી પેન્ડિંગ રાખતાં આ બેઠક ઉપર આવનાર સમયમાં કોણ ઉમેદવાર જાહેર થશે તથા કોનુ પત્તુ કપાશે જેના ઉપર સૌ કોઈ મીટ માંડી બેઠા છે..