વલસાડ: ધરમપુર તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. જેના પગલે કહીં ગમ કહીં ખુશી જેવો માહોલ સર્જાયો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા બનાવાયેલી ફોર્મ્યુલા મુજબ ઉમેદવારો તાલુકામાં પ્રથમવાર ઉમેદવારી કરી રહ્યા છે.

તાલુકા સ્તર પર ભાજપે શિક્ષિત અને નિર્વિવાદ ઉમેદવારોની પસંદગી કરી હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવ્યું છે. નોંધનીય છે કે વખતે પંચાયત બેઠકોમાં ગત ટર્મના ઉમેદવારો પૈકી સૌથી વધારે ઉમેદવારો કપરાડા તાલુકામાં રિપીટ કરવામાં આવ્યા છે.

જો કે, ધરમપુર તાલુકામાં બારોલીયા જિ.પં. બેઠકના માજી સભ્ય મીનાબેન ચૌધરી કપાયાં છે. જ્યારે ધરમપુર તાલુકામાં મોટી કોરવડ જિલ્લા પંચાયત બેઠક ઉપર જિ.પં.ના શિક્ષણ સમિતિનાં માજી અધ્યક્ષ નિર્મલાબેન જાદવને પણ ફરી રિપિટ કરાયાં છે.