સુરત: શહેરમાં દિવસે -દિવસે બાબા અને ભુવા દ્વારા આસ્થા સાથે જીવન જીવતી યુવતીઓ પર દુષ્કર્મ કર્યાની ઘટનાઓ વધારે પ્રમાણમાં પ્રકાશમાં આવી રહી છે ત્યારે ફરીવાર એક 21 વર્ષીય યુવતી ભુવા દ્વારા દુષ્કર્મની ભોગ બન્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુરત શહેરના ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભૂવાએ પોતાને મામા કહેતી 21 વર્ષીય યુવતીને જ પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપી યૌન શોષણ કરી, દુષ્કર્મ બાદ લગ્ન કરવાનું કહી પાંચ મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ યુવતી દ્વારા રાંદેર પોલીસ મથકે ફરિયાદ લખાવી છે.

યુવતીનું કહેવું છે કે પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાનાથી અડધી વયની યુવતીનું યૌનશોષણ કરી તેને દાસી તરીકે રાખી ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનાર આ હવસખોર ભૂવા વિદ્ધ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ભૂવા દ્વારા આપઘાતનો ઢોંગ કરતો વીડિયો વાઇરલ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ભૂવા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા બિપીને આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે મનપા સંચાલિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને પોલીસ દ્વારા હોસ્પિટલ પહોંચી તજવીજ હાથ ધરી છે. આવનારા સમયમાં ઘટનાની સમગ્ર વિગતો સામે આવી જશે.